Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમદાવાદની સાબરમતી જેલમાં હત્યા કેસના કાચા કામના કેદીનો પોલીસ વાન આગળ પડતું મૂકીને આપઘાત;ચકચાર

આરોપી છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યા કેસમાં સંડોવાયેલા એક કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. જેલમાં કેન્ટીનનો સામાનના હેરફેર કરવા માટે ચાલતી પોલીસ વાનની આગળ પડતું મૂકતા ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.હત્યા કેસમાં સંડોવાયેલો આ આરોપી છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો.

  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પ્રકાશ નામનો કાચા કામનો કેદી છેલ્લા ઘણા સમયથી બંધ હતો. પ્રકાશની હત્યાના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રકાશ માનસિક બીમારીથી પીડાતો હતો. સાબરમતી જેલમાં કેન્ટીનનો સામાન હેરફેર કરવા માટે પોલીસ વાન ફરે છે. ગઇ કાલે પ્રકાશ ઝાડ પાસે છુપાયો હતો અને જેવી પોલીસ વાન ત્યાંથી પસાર થઇ ત્યારે તેણે વાનની સામે પડતું મૂકી દીધું હતું. રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(1:03 pm IST)