Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગોધરા પાલિકા સંચાલિત સીટી બસ શાળાના બાળકોને માસિક ભાડાની સવલત આપશે

વિદ્યાર્થીઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી લઈ જવા માટે ઉપયોગી બનશે

 

ગોધરા નગર પાલિકા સંચાલિત શહેરની સીટી બસ હવે શાળાએ જતા બાળકોને પણ ઉપયોગી બનશે. વાલીઓની રજૂઆતના પગલે નગર પાલિકા દ્વારા બાળકોની સલામતીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. એક બાળક દીઠ રૂપિયા માસિક 250 ભાડા પેટે વસુલવામાં આવશે. સેન્ટ આર્નોલ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી લઈ જવા માટે ઉપયોગી બનશે તેવુ પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.

(11:35 pm IST)