Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ખેડા નેશનલ હાઇવે પર ગાયને બચાવવા જતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

ખેડા:નેશનલ હાઈવે ઉપર બચાવવા જતા એક્ટિવા સ્લીપ ખાઈ જવા પામ્યું હતું. જેથી એક્ટિવા પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ ખેડા મલેકવાડામાં રહેતા મંજુલ અહેમદ અબ્દુલકરીમ મલેક ગત તા.૧૯-૬-૧૮ની બપોરે એક્ટીવા નં. જીજે-૦૭ જેકે-૩૭૦૬ હંકારી નેશનલ હાઈવે નં.૮ ઉપરથી પસાર થતા હતા ત્યારે અમન્ના કંપની નજીક રોડ ઉપરથી ગાય આડી પડતા તેને બચાવવા બ્રેક મારતા એક્ટિવા પાછળ બેઠેલ સાકીલહુશેન મયુદીન રોડ પર પટકાતા તેને ઈજા થઈ હતી. 
આ બનાવ અંગે મંજુલ અહેમદ અબ્દુલકરીમ મલેકની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:45 pm IST)