Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ગુજરાતીએ સ્કોર્પિયો કારને નચાવી ટ્વિટર પર વિડિયો વાઇરલ

થોડાક દિવસ પહેલા વિમલ પટેલ નામના ગુજરાતના રહેવાસીએ પોતાના ટ્વિટર-હેન્ડલ પર સ્કોર્પિયો કાર ડાન્સ કરતી હોય એવો વિડિયો તરતો મૂકયો હતો. સાથે ઇન્ડિયન કારમેકર કંપની મહિન્દ્ર એન્ડ મહિન્દ્રના ચીફ આનંદ મહિન્દ્રને પણ ટેગ કર્યા હતા. વિડિયોમાં સ્કોર્પિયો જાણે બેબી હોર્સની જેમ ઊછળી રહી છે. આ કારમાં કસ્ટમમેડ હાઇડ્રોલિક સસ્પેન્શન નાખવામાં આવવ્યું છે. આનંદ મહિન્દ્રએ પણ વળતો જવાબ લખ્યો છે, 'નાચ મેરી જાન... હું એ બાબતમાં ચોક્કસ નથી કે ફેકટરીમાંથી નીકળતા મોડલમાં આવું ફીચર આપી શકીશું કે કેમ'. ગુજરાતમાં રહેતા આ ભાઇએ કારને એક મેરેજ-ફંકશનમાં ડાન્સ કરવા માટે મોડિફાય કરાવેલી. આ નાચતી કાર ટ્વિટર પર છવાઇ ગઇ છે.

(3:41 pm IST)