Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લોકસભાની ચૂટણીંમાં મારી ટિકિટ કાપનાર કોઈ જન્મ્યો નથી : ભાજપ સાંસદ પ્રભાતસિંહનો હુંકાર

2019, 2025 અને 2030 ના સંસદસભ્ય તરીકે પણ હું જ સભ્ય રહીશ અને રહેવાનું છું : મારી સામે કોઈ ઉમેદવાર નહિ હોય

પંચમહાલ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી દરમ્યાન સાંસદ પ્રભાતસિંહે કહ્યું કે  આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર મારી સામે નહીં હોય અને વર્ષ 2019, 2025, 2030નાં સાંસદ સભ્ય તરીકે હું જ સભ્ય રહીશ અને રહેવાનો છું.

 પંચમહાલ જિલ્લાનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ આજે જિલ્લા પંચાયતની ચૂંટણી દરમ્યાન હાજર રહ્યાં હતા તેઓએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર મારી સામે નહીં હોય. 2019, 2025 અને 2030નાં સાંસદ સભ્ય તરીકે પણ હું જ સભ્ય રહીશ અને રહેવાનો છું 2019ની લોકસભાની ચૂંટણીમાં મારી ટિકિટ કાપનાર કોઈ જન્મ્યો નથી

(8:34 pm IST)