Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજપીપળા નગરપાલિકા સેવાસેતુનાં આવક,જાતિના દાખલા મામલતદાર કચેરીમાથી ન આવતા લાભાર્થીઓને ધક્કા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા હાલમાં વોર્ડ વાઇઝ સેવા સેતુ કાર્યક્રમો ચાલી રહ્યા છે અગાઉ આખા શહેરનો એકજ સેવા સેતુ કરાતો હતો પરંતુ તેમાં કેટલીક સમસ્યા જણાતા હવે વોર્ડ વાઈઝ ચાલુ કરાયા છતાં લાભાર્થીઓના કામો અટવાયા છે.
સરકાર દ્વારા શરૂ કરાયેલા સેવા સેતુ કાર્યક્રમ ખાસ લાભાર્થીઓને ધક્કા ખાવા ન પડે અને જરૂરી દાખલ કે અન્ય કામોનો સ્થળ ઉપર નિકાલ થાય એ હતો છતાં હાલમાં પાલીકા થકી યોજાતા સેવા સેતુ માં લાંબા સમય બાદ પણ દાખલા નથી મળતા તો આ કાર્યક્રમ નું જાણે સુરસુરિયું થઈ ગયું હોય એમ જણાઈ રહ્યું છે
પાલિકા સૂત્રો માથી જાણવા મળ્યા મુજબ ગત મહિને રાજપીપળા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકનો સેવા સેતુ યોજાઈ ગયો ત્યારબાદ બીજો યોજાયો અને આવતા મહિને ત્રીજો સેવા સેતુ આવી રહ્યો હોવા છતાં મામલતદાર કચેરી માથી પહેલાં સેવા સેતુ ના આવક અને જાતિના દાખલા હજુ સુધી લાભાર્થીઓ ને મળ્યા નથી અને જાણવા મળ્યા મુજબ આ બાકી દાખલા હજુ નગરપાલિકા માં પણ પહોચ્યા ન હોવાથી દરરોજ લાભાર્થીઓ તેમના દાખલા લેવા ધક્કા ખાઈ રહ્યા છે તો સરકારના આવા કાર્યક્રમો નો શું મતલબ..?

(11:39 pm IST)