Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

બ્લેક ફંગસ બાદ ગુજરાત પર વ્હાઈટ ફંગસનું જોખમ : સોલા સિવિલમાં નોંધાયા ત્રણ કેસ

શરીરના અલગ અલગ અવયવને બહોળા પ્રમાણમાં નુકસાન કરે છે.

અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં બાળકમાં મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસનો પહેલો કિસ્સો જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાત ઉપર નવા એક ચેપનો ખતરો જોવા મળી રહ્યો છે. બેલ્ક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ જોવા મળ્યા છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના ત્રણ કેસ નોંધાતા ડોક્ટરોમાં પણ ચિંતા પ્રસરી છે. અમદાવાદમાં વ્હાઇટ ફંગસના પહેલો કેસ સામે આવ્યો છે. શરીરના અલગ અલગ અવયવને બહોળા પ્રમાણમાં નુકસાન કરે છે.

ગુજરાતમાં કોરોના પછી નવી મહામારીનો ખતરો વધ્યો છે., છે્લા ઘણા સમયથી બ્લેક ફંગસના દર્દીઓનો પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોરોના કાળમાં સાજા થયા પછી દર્દીઓ પર મ્યુકરમાઇકોસીસનો ખતરો વધ્યો છે.

 અમદાવાદમાં દર્દીઓની જરૂરીયાત સામે માત્ર 10 ટકા જ ઇન્જેક્શન હાલમાં ઉપલબ્ધ છે. હાલ માં 12 હજારની જરૂરીયાત સામે અમદાવાદ મનપાને માત્ર 1200 ઇન્જેક્શન મળ્યા છે. વર્તમાન જથ્થો માત્ર સરકારી હોસ્પિટલના દર્દીઓ માટે જ ઉપલબ્ધ કરાવાયો છે.

  - જે રીતે આ સંક્રમણના કેસો વધી રહ્યાં છે ત્યારે તેની સાથે જોડાયેલા લક્ષણો અને જોખમભરેલા સંકેતો વિશે જાણવું અત્યંત જરૂરી છે. વ્હાઇટ ફંગસ સંક્રમણ શરીરની અંદરના મહત્વના ભાગોને સંક્રમિત કરી શકે છે, જ્યારે બ્લેક ફંગસ સાઇનસ અને ફેફસાંઓને સંક્રમિત કરે છે.
- એમ પણ જોવામાં આવ્યું કે, બિહારમાં જે 4 વ્હાઇટ ફંગસના કેસ સામે આવ્યા હતાં તેમાં કોરોના જેવાં લક્ષણો દેખાયા પરંતુ તેઓ તમામ નેગેટિવ આવ્યાં.

(12:00 am IST)