Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ભદામ રોડ ઉપર સલૂનમાં વધુ માણસો ભેગા કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા ભદામ માર્ગ ઉપર સલૂનમાં વધુ માણસો ભેગા કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પીએસઆઇ પી.એમ.પરમારની ફરીયાદ મુજબ તેઓ 20 મેં ના રોજ સાંજે ચેકિંગ માં હતા ત્યારે ભદામ રોડ ઉપર આવેલી ય હેર સલૂન નામની દુકાન ચલાવતા જયુરભાઇ યોગેશભાઇ વાણંદ (રહે. ધાનપુર તા.નાંદોદ )એ પોતાની દુકાનમાં પાંચ  કરતા વધુ માણસો ભેગા કર્યા હોવાથી તેમની સામે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.

(11:11 pm IST)