Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીને મિત ગ્રૂપના સદસ્યએ લોહી આપી નવજીવન આપ્યું


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલાના સેવા ભાવિ MEET GROUP ના અભિયાન બ્લડ ડોનેશન અંતર્ગત શુક્રવારે ઈમરજન્સીમાં ઢોલાર ગામના મનીષા બેન મનિષ ભાઇ વાસવાને ઈમરજન્સી રાજપીપલા સિવિલ હોસ્પીટલ માં A+ બ્લડ ની જરૂર હોવાથી રાજપીપલા મિતગ્રુપ સભ્ય હેમંતભાઈ એ A+ બ્લડ આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મનીષાબેન વસાવાની જિંદગી બચાવવા મદદ કરી હોય તેમના પરીવાજનો એ મિત ગ્રૂપનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે Meet Group ના રકતદાનના સેવાકાર્યને આગળ ધપાવવા બદલ MEET GROUP એ હેમંત ભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:10 pm IST)