Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

કોરોનાકાળમાં ગુજરાતે ઘણું સહન કર્યું :કેન્દ્ર તમામ નિષ્ફ્ળતા મુખ્યમંત્રીના માથે ઢોળી દેશે : ચૂંટણીના વર્ષે નવો ચહેરો આવશે - ભરતસિંહ સોલંકી

જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેના ગુનેગાર કોણ, તે ગુજરાત જાણે છે.

ગાંધીનગર: કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટ્યા, ત્યાં ‘બ્લેક ફંગસ’ એટલે કે ‘મ્યૂકર માઈકોસિસ’નામની બીમારીએ માથુ ઉંચક્યું છે. કોરોના અને મ્યુકર માઈકોસિસ રોગે રાજ્યમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાંખી છે. કોંગ્રેસ પણ આ મામલે રાજ્ય સરકારની સતત ટીકા કરી રહી છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીના એક ટ્વીટ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  Bharat Solanki Tweet

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કર્યું છે કે,કોવિડ-19 મહામારીમાં ગુજરાતે ઘણું જ સહન કર્યું છે. કેન્દ્રની સરકારે ગુજરાતને સમયસર ઑક્સિજન કે દવાઓ નથી આપી. માત્ર હવાઈ સર્વેક્ષણ કરીને જતા રહ્યાં. આજે પણ ગુજરાત કોરોના વૅક્સિનેશન માટે રાહ જોઈ રહ્યું છે.

અન્ય એક ટ્વીટમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે હવે આગામી વર્ષે ગુજરાતમાં ચૂંટણી છે. એવું થઈ શકે છે કે, કેન્દ્ર પોતાની તમામ નિષ્ફળતાઓ ગુજરાતના મુખ્યમંત્રી પર ઢોળી દે અને પછી નવા ચહેરા સાથે ગુજરાતના પુત્ર બનીને વોટ માંગવા આવી જાય. પણ યાદ રાખજો નુક્સાન થઈ ચૂક્યું છે. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેના ગુનેગાર કોણ, તે ગુજરાત જાણે છે.rat Solanki Tweet

 અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ ગુજરાત સરકાર પર કોરોનાથી મોતના સાચા આંકડા છૂપાવવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે જ તેમણે માંગ કરી હતી કે, કોરોનાથી મૃતકોના સ્વજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.

(9:09 pm IST)