Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ફરી સોમવારથી ટેકાના ભાવે ઘઉં-ચણાની ખરીદી

ઘઉંની ખરીદીની મુદતમાં ૩૦ જુન સુધીનો વધારો : પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ મોહમ્મદ શાહિદ, ધોળકિયા, રાણા, મોદીને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ જવાબદારી

રાજકોટ, તા. ર૧ :  રાજય સરકાર દ્વારા કોરોનાના ઉછાળા વખતે ઘઉં, ચણા, તુવેર વગેરેની ટેકાના ભાવની ખરીદી સ્થગિત કરવામાં આવેલ. તે ખરીદી તા. ર૪ સોમવારથી પૂર્વ નિર્ધારિત વ્યવસથા મુજબ પુનઃ શરૂ થશે. જયાં વાવાઝોડાની વિશેષ અસર છે તેવા અમુક વિસ્તારો સિવાય બધે ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ જશે. આ અંગે નાગરિક પુરવઠા નિગમના વહીવટી નિયામક શ્રી એસ.કે. મોદી (આઇ.એ.એમ.) દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને લેખિત જાણ કરવામાં આવી રહી છે. ઘઉંની ખરીદીની મુદત ૩૦ જુન સુધી લંબાવાયેલ છે. ચણાની ખરીદીની મુદત પણ જુનથી વધે તેવી શકયતા છે.

નાગરિક પુરવઠા વિભાગના સચિવ મોહમ્મદ શહીદ નિયામક તુષાર ઘોષિતમાં નિગમના વહીવટી નિયામક એસ.કે. મોદી, જનરલ મેનેજર પી.આર. રાણા વગેરેને સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિક પુરવઠોને લગતી પરિસ્થિતિ થાળે પાડવા ખોટી જવાબદારી સોંપાવેલ છે. આ અધિકારીઓ પોતાને સોંપાયેલ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.

(3:04 pm IST)