Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ગુજરાતમાં સર્વ પ્રથમ સુરતમાં અમલમાં મુકાયેલ પ્રોજેકટની ભીતરી કથા

કોરોના કાળમાં લોકો અને પોલીસ બન્નેના ફાયદા માટે કોટક મહિન્દ્રા બેંકના સહયોગથી ડિજિટલ પધ્ધતિથી વસૂલ થનાર દંડની આખી પ્રોસેસ પારદર્શી છેઃ સુરત સીપી 'અકિલા' સાથે અપ ટુ ડેટ માહિતી વર્ણવે છે : મેમો મોકલી દંડ વસુલાત પદ્ધતિથી લોકોને બીન જરૂરી ધક્કા થતાં, લોકોને તુરત મેસેજ પણ મળશે, ટ્રાફિકના કયા નિયમના ભંગ બદલ કેટલો દંડ છે તેની માહિતી આપવામાં આવશે તેમ પણ પ્રોજેકટ શિલ્પી અજય કુમાર તોમર વિશેષમાં જણાવેલ : પોલીસ તંત્રને કોરોના સામે રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા,૭ નિષ્ણાત તબીબોની સેવા,ઇમરજન્સી સમયે બેડ,ઓકિસજન માટે આયોજન ગોઠવાયું

રાજકોટ તા.૨૧, કોરોના સમયમાં પોલીસ ને પણ સંકામણનો ખતરો વિશેષ હોય આ માટે  કોન્ટેકટલેસ અને કેશલેશ પદ્ધતિ અમલમાં મૂકવા તથા લોકો પાસે ઘણી વખત દંડની રકમ સાથે લેવાનું ભુલાય ગયેલ હોય તેવા સંજોગોમાં સ્વાઇપ મશીન દ્વારા પે ટી એમ, ભીમ એપ સહિત કોઈ પણ સિસ્ટમ્સ મુજબ દંડની રકમ ભરી શકાય તે માટે જવાબદાર પોલીસ અધિકારીઓ અને સ્ટાફને કોટક મહિન્દ્રા બેંકની મદદથી સ્વાઈપ મશીન અપાયા છે તેમ સુરત પોલીસ દ્વારા ગુજરાતમાં અમલમાં મુકાયેલ કેશ લેશ દંડ પદ્ધતિ અંગે 'અકિલા' સાથેની વાતચીતમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. અત્યાર સુધી મેમો આપી તેની બજવણી કરવાથી લોકોને દંડ ભરવા માટે  પોતાના ઓફીસમાંથી રજા લય કે બીજા અગત્યના કામોને ભોગે ધક્કા ન થાય તે માટે પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ સમગ્ર પ્રોજેકટના શિલ્પી અને સુરતને ડ્રગ્સ મુકત બનાવવા ઝઝૂમનાર અને સમગ્ર યોજનાનો પ્રારંભ કરાવતા જણાવેલ.    

તેઓએ વિશેષમાં જણાવેલ કે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા દંડ વસુલ કરવામાં આવ્યા બાદ તેનો મેસેજ પોતાના મોબાઈલ ફોન પર મલી જસે, લોકોને તેવો દ્વારા ભરાયેલ દંડની પોચ પણ મળી જશે,લોકોને ટ્રાફિક નિયમના કયા નિયમ બદલ કેટલો દંડ છે તેની અપ ટુ ડેટ માહિતી પણ આપવામાં આવશે. 

૧) સુરત શહેર ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારી/અધિકારીઓએ આ એપ્લીકેશન એંડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યારબાદ આ એપ્લીકેશનમા જરૂરી જેમ કે નામ. હોદ્દો, પોલીસ સ્ટેશન/શાખા, વેકશીનેશનની માહિતી તથા તારીખ, તકલીફો, વગેરે અપલોડ કરવાની રહેશે.

 (ર) જો તેમને કોવીડ સંક્રમણના શારીરીક લક્ષણો જેમકે તાવ, ખાસી, શરદી, માથા/શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ વગેરે જણાય આવે તો તે લક્ષણોની માહિતી પણ અપલોડ કરવામાં આવશે.

 (૩) આ માહિતીનું કોવીડ સેલ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે તથા એપ્લીકેશનના મદદથી ૧૯ની સારવાર કરતા સુરત શહેરના સાત તબીબો સાથે સંપર્ક કરી ટેલીમેડીસીનની સેવા કરી શકાશે.

 ૧) કાઉંસેલીંગઃ સંક્રમીત પોલીસ કર્મચારીઓને હોમ કોરોન્ટાઈન દરમ્યાન નકારાત્મક વિચારોનો ભોગ ન બને તે માટે એપ્લીકેશન મારફતે નોડલ અધિકારી તથા સુપરવાઈઝરી અધિકારી દ્વારા કાઉંસેલીંગ કરવાની સુવિધા આપવામાં આવેલ છે.

 (ર) શારીરીક તંદૂરસ્તીઃ યોગા ટ્રેઇનર કે જે દર્દીઓને આ સમય દરમ્યાન કયા પ્રકારના યોગાઃ હળવી કસરત, અને પ્રાણાયામ મદદરૂપ થશે તેની માહિતી દિવસમાં બે વાર પુરી પાડવામાં આવશે.

(૩) તબીબી સેવાઓઃ- કોવિડ સંક્રમીત પોલીસ કર્મચારી/અધિકારી જરૂર જણાયે   નિષણાંત તબીબ સાથે સીધી વાતચીત કરી માર્ગદર્શન તથા સારવાર મેળવી શકશે.

  કોવીડ સેલ દ્વારા દેખરેખઃ કોવિડ સંક્રમીત પોલીસ કર્મચારીઓ/અધિકારીઓ આ એપ્લીકેશનના દરરોજ મેડીકલ લોગ જાળવશે જેમા તેના અગત્યના શારીરીક પરિમાણો જેમકે sp02, તાપમાન, હાર્ટબીટ, શારીરીક તકલીફો વગેરે ની માહિતી અપલોડ કરી શકશે જે  ૨૪*૭ મોનીટરીંગ કરાશે.

 કોવીડ સંબંધીત માહિતીઃ કેંદ્ર તથા રાજ્ય સરકારના સ્વાસ્થય વિભાગ દ્વારા કોવીડ સંક્રમણથી તથા સંક્રમણ થયેલ હોય તે દરમ્યાન ધ્યાને રાખવાના મુદ્દાઓ બાબતેની માહિતી જાણી શકાશે.

  કોવીડ ડેટા મેનેજમેન્ટઃ સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી/અધિકારી કેટલા સંક્રમીત થયા તથા કેટલા અધિકારી/કર્મચારીઓનુ વેકસીનેશન થયેલ છે ? તથા કેટલા પગલા લીધેલ છે તેની માહિતી જાણી શકાશે.

આપાત્કાલીન સેવાઓઃ આપાતકાલીન પરિસ્થિતિમાં એપ્લીકેશન દ્વારા અગત્યની સેવાઓ એમ્બ્યુલંસ, હોસ્પિટલમાં બેડ, ઓકસીજન, દવાઓ તથા ઈનજેકશન વગેરે મેળવવા અધિકારીઓનો તાત્કાલીક સંપર્ક કરી શકાશે.

(12:03 pm IST)