Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વાવાઝોડાના કારણે ખરી ગયેલી હાફુસ કેરી સુરતની માર્કેટમાં ૨૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ

વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકસાન કેરીના પાકને : કેરી ખરી પડતા ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું : કેસર કેરીના ભાવ પણ ઘટયા

વલસાડ તા. ૨૧ : તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવતા અને કેરીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના કારણે જમીન પર ખરી પડેલી ૧૭,૧૩૦ ટન કેરી વેચવા માટે ખેડૂતોએ ખ્ભ્પ્ઘ્ માર્કેટ અને મંડળીઓએ લાઈન લગાવી હતી. વાવાઝોડા પહેલા જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને ૧૧૦૦થી ૧૪૦૦ રૂપિયા મણ મળતો હતો, તે વાવાઝોડા બાદ ૨૦૦થી ૪૦૦ રૂપિયા થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

સુરત જિલ્લામાં ૩૦૬૩ હેકટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો. વાવાઝોડાના કારણે કેરી ખરી પડતાં બીજા દિવસે ખેડૂતોએ APMC માર્કેટમાં તેને વેચવા માટે લાઈન લગાવી હતી. સુરત ખ્ભ્પ્ઘ્ માર્કેટમાં અંદાજે ૮ હજાર ટન કેરી વેચાવા માટે આવી હતી. જિલ્લામાં ૧૧૦૦થી ૧૪૦૦ના ભાવે વેચાતી કેસર કેરી બુધવારે ૧૦૦ રૂપિયે મણ વેચાઈ હતી. નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે ૩૪ હજાર હેકટરમાં કેરીનો પાક તૈયાર થયો હતો, જેમાં ૪૦ ટકા કેરી અગાઉ ઉતારી લેવાઈ હતી. બાકી રહેલી ૬૦ ટકા કેરીમાંથી ૪૦ ટકા કેરી વાવાઝોડાના કારણે ખરી પડી હતી. વાવાઝોડા પહેલા કેસર અને હાફુસનો ભાવ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા મણ હતો, જે બુધવારે ૨૦૦થી ૮૦૦ રૂપિયા મણ વેચાઈ હતી.

તૌકતે વાવાઝોડાએ માત્ર કેરી જ નહીં પરંતુ મગ તેમજ મગફળી જેવા અન્ય પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં આશરે ૯૦ ટકા ઉભો પાક નાશ પામ્યો છે. સામાન્ય રીતે આ સમયે આઠેક લાખ જમીન પર વાવેતર થયેલું હોય છે. આ વખતે પાણીનો પ્રશ્ન ના હોવાથી ૧૦.૫ લાખ હેકટર જમીન પર વાવેતર થયું હતું, જેથી નુકસાન પણ વધુ રહેવાની શકયતા છે.

(10:31 am IST)