Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

રાજપીપળા શાકમાર્કેટમાં સેવઉસળની લારી ઉપર વધુ માણસો ભેગા કરનાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા)-રાજપીપળા : રાજપીપળા શાક માર્કેટમાં સેવ ઉસળ ની લારી પર વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરનાર સામે રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પીએસઆઇ પી.એમ.પરમારની ફરીયાદ મુજબ તેઓ બુધવારે બપોરે 3.00 વાગે શાક માર્કેટમાં ચેકીંગ માં હતા તે સમયે ત્યાં સેવ ઉસળ ની લારી ચલાવતા કનૈયાભાઇ દિનેશભાઇ માછી (રહે.નવા ફળિયા રાજપીપલા )એ પોતાની સેવઉસળની લારી ઉપર પાંચથી વધારે માણસો ભેગા કરેલા જોઈ પોલીસે તેના વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:15 pm IST)