Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઠાસરાના દેવપુરામાં ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ ઘર નજીક બાંધેલ ભેંસની હત્યા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

ઠાસરા: તાલુકાના દેવપુરા ઉંબા તાબે આવેલ ભાઠી ગામમાં રહેતાં એક ઈસમે તેના ભાઈના લગ્નમાં ના આવનાર કાકી સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ કાકીના ઘર આગળ બાંધેલી ભેંસ પર લાકડાના ડંડાથી પ્રહાર કરતાં આ ભેંસનું તરફડીયા ખાઈ મોત નિપજ્યું હતું. 

 


આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના દેવપુરા ઉંબા તાબે આવેલ ભાઠી ગામમાં સોમાભાઈ ભીખાભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. ગામમાં જ રહેતાં તેમના નાના ભાઈ કિરીટભાઈ ભીખાભાઈ પરમારના પુત્ર હરીશનું બે દિવસ અગાઉ લગ્ન હતું. 

(5:31 pm IST)