Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કેન્દ્રમાં યુપીએ સરકાર બનશે :ગુજરાતમાં કોંગ્રેસને 8થી 10 સીટ મળશે :એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે :હાર્દિક પટેલનો વિશ્વાસ

30 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા હતા.

 

રાજકોટ :એક્ઝીટ પોલમાં ભાજપની ફરી વાપસીના સંકેતો મળ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે એક્ઝીટ પોલના આંકડાઓને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં 8થી 10 સીટોમાં કોંગ્રેસ જીત મેળવી રહી છે. હાર્દિકે કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે. 

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, 30 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા હતા. સાત ચરણની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ સર્વે સામે આવતા હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યુપીએની સરકાર બનશે. અત્યારે સામે આવેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે

(12:32 am IST)
  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST

  • ચર્ચના પ્રમુખ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં એક શખ્શની ધરપકડ :કેરળના સાયરો -માલાબાર ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલેન્સરી વિરુદ્ધ નકલી દાસત્વએજ બનાવાના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ access_time 1:27 am IST

  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST