News of Saturday, 21st April 2018

છત્તિસગઢ ખાતે સદાકાળ ગુજરાતના કાર્યક્રમનો પ્રારંભ કરાવવા પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું એરપોર્ટ ખાતે ગુજરાતી સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું

ગાંધીનગર : છત્તીસગઢમાં 'સદાકાળ 'ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવવા પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું એરપોર્ટ ખાતે ગુજરાતી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

છત્તીસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણસિંહની વિશેષ ઉપસ્થિતિમાં રાયપૂરના પંડિત દીનદયાળ ઓડીટોરિયમમાં યોજાનારા સદાકાળ ગુજરાત કર્યક્રમમાં ગુજરાત રાજ્યની સંસ્કૃતિ-અસ્મિતાની પ્રસ્તૃતિ તેમજ વિકાસ ગાથાની ઝાંખી કરાવતું ૪૩ સ્ટોલ્સ સાથેનું પ્રદર્શન પણ આ કાર્યક્રમમાં યોજાશે. બિન નિવાસી ગુજરાતી વિભાગનાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે.

  મુખ્યમંત્રી રૂપાણી બિન નિવાસી ગુજરાતીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતા ગુજરાત કાર્ડનું છત્તીસગઢમાં વસતા ગુજરાતીઓને વિતરણ કરશે તેમજ રાજ્યના પ્રવાસન વૈવિધ્યની તલસ્પર્શી માહિતી પૂરી પાડતા પ્રવાસન માહિતી કેન્દ્રને પણ ખૂલ્લું મૂકશે.

(4:14 pm IST)
  • ચીફ જસ્ટીસ દિપક મિશ્રા સામે મહાભિયોગ નામંજુર થઇ શકે : પ્રસ્તાવમાં પુરાવાઓનો અભાવ : ત્રણ મુખ્ય આરોપોમાં 'આવું હોઇ શકે છે', 'આવુ થયું હશે' જેવા શબ્દોનો ઉલ્લેખ : નિષ્ણાંતો કહે છે, મહાભિયોગમાં આરોપો નિશ્ચિત હોવા જોઇએ, અગર મગર જેવા આરોપોના કારણે પ્રસ્તાવ નામંજુર થશે. access_time 11:19 am IST

  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST

  • દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડ્યું : પટનામાં રાષ્ટ્રમંચ કાર્યક્રમ દરમ્યાન જાહેરાત કરતા કહ્યું ' આજે હું તમામ પ્રાકારની પાર્ટી પોલીટીક્સમાંથી સન્યાસ લઈ રહ્યો છુ અને ભાજપ સાથેના તમામ સંબંધો પર અંત લાવી રહ્યો છુ.' : ભાજપ છોળતા કહ્યું કે દેશની સ્વતંત્રતા પર બહુ મોટો ખતરો મંડરાય રહ્યો છે access_time 2:06 pm IST