Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

રશિયામાં વિજયભાઇ રૂપાણી ગુજરાતના વિઠ્ઠલભાઇ રામાણી અને લલિતભાઇ અદાણીની ડાયમંડ ફેકટરીની મુલાકાતે : અમદાવાદ આવવા રવાના

ગાંધીનગર : રશિયાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રશિયાના વાલ્ડીવોસ્ટોક Vladivostok ખાતે ગુજરાતના વિઠ્ઠલભાઈ રામાણીની ડાયમન્ડની ફેકટરીની મુલાકાત લીધી હતી. રશિયાના વાલ્ડીવોસ્ટોક Vladivostok ખાતે ગુજરાતના વિઠ્ઠલભાઈ રામાણી છેલ્લા ૧૮ વર્ષથી ડાયમન્ડની ફેકટરી ધરાવે છે જેમની ફેકટરીમાં આશરે ૫૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં ૩૫૦ થી વધુ કર્મચારીઓ ગુજરાતના છે. ડાયમન્ડની ફેકટરીના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના લલિતભાઇ અદાણીની એમ. સુરેશ એન્ડ કંપનીની મુલાકાત લીધી હતી. જેનું ૧પ ઓગસ્ટે ખાતમુર્હૂત કરવામાં આવશે. આ કંપનીમાં ર૦૦ જેટલા કર્મચારીઓ કામ કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ત્યારબાદ રશિયાના વાલ્ડીવોસ્ટોકથી અમદાવાદ આવવા રવાના થયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:33 pm IST)
  • વિજય માલ્યાની મિલ્કતો જપ્ત કરવા વિરૂદ્ધ થયેલ અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 1:05 pm IST

  • કૃષ્ણ -અર્જુન વાળા રજનીકાંતના નિવેદનથી તામિલનાડુ કોંગ્રેસને આંચકો ;કહ્યું ફરીથી વાંચે મહાભારત : તામિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કે,એસ,અલ્લગીરીએ કહ્યું કે રજનીકાંતની આવી પ્રતિક્રિયાથી આશા નહોતી આ પ્રકારના નિવેદનથી હેરાન થયા છું ;સાઉથના સુપર સ્ટાર અને રાજનીતિમાં પ્રવેશેલા રજનીકાંતે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવતા પીએમ મોદીને કૃષ્ણ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની તુલના અર્જુન સાથે કરી હતી access_time 12:56 am IST

  • સિક્કીમ ડેમોક્રેટિક ફ્રંટના ૧૦ વિધાયક બીજેપીમાં સામેલ : સિક્કીમનો મુખ્ય પક્ષ એસડીએફના ૧૦ વિધાયક આજે નવી દિલ્હીમાં બીજેપીમાં સામેલ થયાઃ પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગ સહિત ૪ અન્ય વિધાયકોને છોડીને બાકી રહેલા વિધાયકો બીજેપીમાં સામેલ થયાઃ સિક્કીમમાં હજુ સુધી ખાતુ નહિ ખોલી શકેલી બીજેપીના પાલામાં ૧૦ વિધાયકો થઈ ગયા access_time 4:07 pm IST