Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

આદિવાસી સમાજમાં નારાજગી : ભાજપના દિવાળી શુભેચ્છાના બોર્ડ ઉતારી લીધા

દિવાળી શુભેચ્છાના હોર્ડિંગમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સાંસદના હતા ફોટા

છોટાઉદેપુર : આદિવાસી સમાજની નારાજગીને પગલે વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના ફોટાવાળા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે

    આ અંગે મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં ભાજપના હોર્ડિંગ ઉતારી લેવાયા હતા

 સરકાર સામે નારાજ થયેલા આદિવાસી સમાજના લોકોએ આ હોર્ડિંગ ઉતારી લીધા હતા  આ હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલ, સાંસદ રામસિંગ રાઠવા સહિત સ્થાનિક નેતાઓના ફોટા છે.

(10:49 pm IST)
  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST

  • રાજકોટ : ગોંડલ તાલુકાની ગોમટા ચોકડી પાસે છકડો રીક્ષા પલ્ટી:રીક્ષામાં સવાર 7 વ્યક્તિઓને ઈજા : ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા : રીક્ષા ચાલક બનાવના સ્થળે રીક્ષા મૂકીને ફરાર access_time 7:08 pm IST

  • સુરેન્દ્રનગર : ચોટીલા હાઈ-વે પર બામણબોર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત : 7 વ્યક્તિને ઈજા: ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત access_time 2:34 pm IST