Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કપડવંજના વણકરવાસમાં કારે બાઇકને હડફેટે લીધી: ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

કપડવંજ: તાલુકાના તેલનાર વણકરવાસમાં રહેતા પ્રમોદકુમાર કનુભાઈ રાઠોડના સંબંધી ગઈકાલે મોટર સાયકલ નં. જીજે ૭ બી જી ૪૨૬૫ હંકારી નડિયાદ-કપડવંજ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે દાસલવાડા પાટીયા નજીક પૂરઝડપે આવેલ સીલેરીયા ગાડી નં. જીજે ૭ ડીએ ૫૯ એ મોટર સાયકલ સાથે અથડાવતા બાઈક ચાલકને પડી જતા શરીર ઉપર ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જી ગાડીનો ચાલક ગાડી લઈ નાસી ગયો હતો.
આ અંગે પ્રમોદકુમાર કનુભાઈ રાઠોડની ફરિયાદ આધારે આંતરસુંબા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:46 pm IST)