Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

બોટાદના એસ.વી. પરમાર સહિત અડધો ડઝન આઇ.પી.એસ.ની બદલીઓ

બોટાદના નવા એસ.પી. તરીકે હર્ષદ મહેતાની પસંદગી

રાજકોટઃ તા.૨૦, રાજય સરકારે એસ.પી. કક્ષાના અડધો ડઝન અધિકારીઓની અરસ-પરસ બદલી કરી છે આમતો ઉચ્ચ કક્ષાના સિનીયર આઇપીએસ અધિકારીઓની પણ  બદલીઓની સંભાવના વચ્ચે હાલ તુર્ત એસ.પી. કક્ષાએ બદલી થઇ છે.

જેઓની બદલી થઇ છે તેમાં સુરતના ડે. કમિશ્નર શ્રી બીપીન આહિરને સ્ટેટ ટ્રાફિક બ્રાંચ-ગાંધીનગર, અમદાવાદના ઝોન-૭ના ડે. કમિશ્નર શ્રી આર. જે. પારગીને વડોદરા એસ.પી. રેલ્વે તરીકે મુકાયા છે.  વડોદરા વેસ્ટર્ન રેલ્વેના એસ.પી. શ્રી કે. એન. ડામોરને અમદાવાદ શહેરમાં ઝોન-૩માં બીપીન આહિરના સ્થાને મુકવામાં આવ્યા છે.

બોટાદના એસ.પી. શ્રી એસ.વી. પરમારને સુરત ખાતે સુરત પોલીસ હેડકર્વાટરમાં ડી.સી.પી. તરીકે મુકવામાં આવ્યા છે. જયારે રાજકોટમાં ભુતકાળમાં એ.સી.પી. તરીકે ફરજ બજાવી ગયેલા અને રાજકોટથી બઢતી મેળવી વડોદરા સેન્ટ્રલ જેલમાં મુકાયેલા શ્રી હર્ષદ મહેતાને બોટાદ એસ.પી. તરીકે મુકવામાં આવ્યા છે.

(3:53 pm IST)