Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કાલોલના બોરૂની મુવાડી ગામમાં કવ્વાલીનો કાર્યક્રમ ; પોલીસની હાજરીમાં જુગાર ધામનો વિડિઓ વાયરલ

કવ્વાલીના બંદોબસ્તમાં પોલીસ હાજર હતી. છતાં જાહેરમાં જુગાર ધામ ચાલતુ હતું

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બોરૂની મુવાડી ગામમાં રાત્રીના સમયે પોલીસની હાજરીમાં જુગારધામ રમતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બોરૂની મુવાડી ગામમાં કવ્વાલીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અને આ સમયે પોલીસ પણ હાજર હતી. જુગારીઓ પોલીસના ડર વીના જુગાર રમતા હતા. જેથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બોરૂની મુવાડી ગામમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે કવ્વાલીનું આયોજન કરાયું હતું. આ કવ્વાલીના બંદોબસ્તમાં પોલીસ પણ હાજર હતી. તેમ છતાં એક તરફ કવ્વાલી અને બીજી તરફ જાહેરમાં જુગાર ધામ ચાલતુ હતું. મોટી સંખ્યામાં જુગારીઓ જુગાર રમતા હતા. આ લોકોને પોલીસનો કોઇ ડર ન હતો.આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

(1:10 am IST)