Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

અનોખી પહેલ : કરજણના પટેલ પરિવારે બેસણામાં તુલસીના છોડનું વિતરણ કર્યા

પૌત્રએ દાદીમાના બેસણામાં આવેલા 250 લોકોને તુલસીના છોડ વહેચ્યા

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં રારોદ ગામનાં યુવાને પોતાની દાદીનાં બેસણાનાં પ્રસંગે એક સામાજીક જાગુતિની અનોખી પેહલ શરૂ કરી છે,

          રારોદ ગામમાં ભાઇલાલ ભાઇ પટેલનાં પત્નિ લલીતાબેન તારીખ 16 ઑકટોબરે મૃત્યુ પામ્યા હતા, અને આજે લલીતાબેનનું બેસણુ ગામમાં યોજવામાં આવ્યું હતું, ત્યારે તેમનાં પૌત્ર વિશાલ પટેલને એક અનોખો વિચાર આવ્યો અને તે વિચાર તેમણે અમલમાં મૂકયો હતો. તેમણે પર્યાવરણને સશક્ત બનાવવાના સંદેશા સાથે બેસણામાં આવેલા 250 લોકોને તુલસીના છોડ વહેંચ્યા હતા

           વિશાલ પટેલે બેસણામાં આવનારા 250 લોકોને તેમણે તુલસીના છોડનું વિતરણ કરી દુ:ખદ પ્રસંગે યોજાતા બેસણાનાં સામાજીક પ્રસંગે પર્યાવરણ માટે એક અનોખી પેહલ શરૂ કરી છે

(7:57 pm IST)