Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

Youtube પરથી ચેઈન સ્નેચિંગનો કરવાનું શરૂ કર્યું : અને એક બે નહી પર પર ચેઇન તફડાવનાર મુળ ઉત્તરપ્રદેશનો શખ્‍સ આખરે સુરત ક્રાઇમ બ્રાંચની ઝપટે ચડી ગયો

સુરત :સોશિયલ મીડિયા (Social Media) નો જેટલો ફાયદો છે તેટલું જ નુકશાન પણ છે. કારણ કે અનેક વખત ગુનેગારો સોશિયલ મીડિયાની મદદથી ગુનાને અંજામ આપે છે. આવા જ એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાળા બુરખામાં મોઢું છુપાવી ઉભેલા આ શખ્સ છે મોહમદ વસીમ મોહમદ શફીક ખાન. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરના વસીમની ધરપકડ સુરત શહેત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કરી છે. વસીમ પર આરોપ છે કે તેમે એક બે નહીં પણ 52થી વધુ ચેઈન સ્નેચિંગ (Chain Snatching) ની ઘટનાઓને અંજામ આપી છે. વસીમ જ્યારે સુરતમાં ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવાનો હતો, ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. વસીમ પાસેથી સોનાની ચેઈનની 3 ચેઈન જપ્ત કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, વસીમે સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 5 તથા કાનપુર શહેરમાં કુલ 35 મળી કુલ 52 ચેઈન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપેલ હોવાની કબૂલાત કરી છે. જેમાં સુરત શહેરના કુલ 10 ચેઈન સ્નેચીંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં વસીમે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ સુરત શહેરમાં રહેતો હતો અને રાજ માર્કેટ રીંગ રોડ ખાતે ભાડેથી દુકાન રાખી કાપડનો વેપાર કરતો હતો. જે દરમ્યાન તેને ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની લત લાગતા તેને ધંધામાં નુકશાન થયું હતું. જેથી પોતાની દુકાન બંધ કરી કાનપુર ચાલ્યો ગયો હતો. કાનપુર ગયા બાદ યુટ્યુબ પર ચેઈન સ્નેચિંગનો વીડીયો જોઈ ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું હતું.

વસીમે કાનપુર શહેરમાં ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ તો કર્યું, પરંતુ સ્થાનિક શહેરમા પકડાઈ જવાના ડરથી તેણે સુરત શહેરના આવી ચેઈન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યું હતું, જે માટે તે પોતાની મોટર સાઈકલ કાનપુરથી ટ્રાવેલ્સમાં સુરત મોકલી આપતો અને પોતે રેલવે દ્વારા સુરત આવી પોતાની મોટરસાયકલ લઈ બે થી ત્રણ ચેઈન સ્નેચિંગ કરતો હતો. ત્યાર બાદ મોટરસાયકલ ટ્રાવેલ્સની ઓફિસે મૂકી કાનપુર જતો રહેતો હતો. વસીમ પોતાની મોટરસાયકલનો નંબર કોઈ જગ્યાએ સીસીટીવીમાં આવે નહીં તે માટે પોતે જ્યારે સુરત આવે ત્યારે તેની બંને નંબર પ્લેટ કાઢી નાખતો અને પોતાનો ચેહરો દેખાય નહીં તે માટે ચેઈન સ્નેચીંગ કરતા સમયે હેમેટ પહેરી રાખતો હતો. 

ઉલ્લેખનીય છે કે, સુરતમાં દરરોજ ચેઈન સ્નેચિંગની અનેક ઘટનાઓ બની રહી છે, જેમાં કેટલીક વખત પોલીસ ફરિયાદ નોંધાતી નથી, જેનો ફાયદો ગુનેગારો ને મળતો હોય છે. જોકે પોલીસે દ્વારા આરોપીની ધરપકડ બાદ ગુનાઓ દાખલ કરવામાં આવે છે, ત્યારે આવી ઘટનાઓ શહેરમાં બનતા ગુનાઓમાં વધારો કરતા હોય છે, જેને પગલે લોકો ઘરેણાં પહેરી બહાર જવાનું ટાળતા હોય છે.

(5:04 pm IST)
  • છત્તીસગઢમાં બે લાખના ઈનામી સહીત 28 માઓવાદીઓને કર્યું આત્મસમર્પણ : દાંતીવાડા જિલ્લામાં ચાર ઈનામી માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી : રાયપુરથી 340 કી,મી, દૂર કટેકલ્યાણ વિસ્તારમાં સ્થાપિત ચિકપાલ પોલીસ કેમ્પમાં ઉચ્ચ પોલીસ ઓફિસરો અને સીઆરપીએફ અધિકારીઓ સમક્ષ હથિયાર હેઠા મુક્યા :આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં પલટન નંબર 22 ના સદસ્ય મંગલુ મદકમી અને કટેકલ્યાણ સ્થાનિક સંગઠનના સદસ્ય બામણ કાવાસી છે જેના માથે બે લાખનું ઇનામ હતું : એક આતંકી અને એક મહિલા માઓવાદીએ પણ સરન્ડર કર્યું access_time 12:49 am IST

  • વડાપ્રધાનપદ માટે નરેન્દ્રભાઇ આજેય સૌથી લોકપ્રિય નેતા સર્વેમાં બીજુ કોઇ તેમની આસપાસ પણ આવતુ નથીઃ આઇએનએસ - સીવોટરના સર્વેનું તારણ access_time 4:04 pm IST

  • DHFLના ૧૪ સ્થળે EDના દરોડાઃ ઇકબાલ મિર્ચી મળ્યે સંબંધોની શંકા : નવી દિલ્હી : ઇડીએ અંધારી આલમના ડોન દાઉદની નજીકના ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ મામલામાં ડીએચએફએલ અને અન્ય કંપનીઓના ૧ ડઝન સ્થળોએ દરોડા પડયા છે access_time 4:05 pm IST