Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

સાંતલપુરના વૌવા ગામે પ્રચાર વેળાએ કેબિનેટમંત્રી જવાહર ચાવડાએ બાળકીને રૂપિયા આપતા વિવાદ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: ઘટનાને લઈ વિવાદ સર્જાયો

પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ થયો છે. અલ્પેશ ઠાકોરના પ્રચારમાં જવાહર ચાવડા સાંતલપુરના વૌવા ગામે ગયા હતા. જ્યાં તેમણે એક બાળકીના હાથમાં રૂપિયા આપ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ આ ઘટનાને લઈ વિવાદ સર્જાયો છે.

(12:40 am IST)