Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

વિરમગામના લીંબડ ગામે સરપંચના પતિ અને પુત્ર પર ચાર શખ્શોનો હુમલો : માથામાં ઇજા

-વિકાસમાં રોડા નાખતો હોવાની પોલીસમાં અરજી આપતા મનદુઃખને કારણે હુમલો કર્યો

 

વિરમગામ તાલુકાના લીંબડ ગામે સરપંચના પતિ અને પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ માથાભારે શખ્સ સહિત પરિવારના ચાર સભ્યોએ હુમલો કરતા પતિ અને પુત્રના માથાના ભાગે ઇજા પહોંચી હતી

  વધુમાં જાણવા મળ્યા મુજબ એવું કહેવાય છે કે હુમલો કરનારા શખ્સ ગામમાં વિકાસના કામોમાં રોડા નાખતો હતો. જેથી તેની વિરુદ્ધમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેનું મનદુખ રાખીને શખ્સે સરપંચના પતિ અને પુત્ર પર હુમલો કર્યો હતો.

(11:57 pm IST)