Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વડોદરાથી દારૂ ભરેલ કાર જંબુસર જતા પોલીસે રંગે હાથે ઝડપી

વડોદરા:થી દારૃ ભરીને જંબુસર જતી કારને વધુ પોલીસે માસર રોડ પાસે ટ્રાફિક જામ કરીને ઝડપી પાડી એક આરોપીને પકડી લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે વડુ પોલીસને પ્રોહિબિશન અંગેની મળેલી બાતમીના આધારે મુવાલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા તેને રોકવા માટે પોલીસે ઈશારો કર્યો હતો. પરંતુ કારચાલકે કાર દોડાવી દીધી હતી જેથી વડુ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ. રાઠોડે માસર રોડ આઉટપોસ્ટ પાસે ટ્રાફિક જામ કરાવ્યો હતો. જેથી દારૃ ભરેલી કારનો ચાલક કાર ઉભી રાખીને ભાગી છૂટયો હતો જ્યારે બીજો આરોપી બળવંત દિલીપભાઇ જાદવ (રહે. તુલસીધામ, બજાણીયાવાસ મકરપુરા રોડ) નાસવા જતા પોલીસના હાથે પકડાઇ ગયો હતો. 

પોલીસે કારમાંથી વિદેશી દારૃની ૨૮૭ બોટલો કિંમત રૃપિયા ૧,૧૪,૮૦૦ ની કબ્જે કરી હતી. તથા ભાગી છૂટેલા કાર ચાલક પિન્ટુ સૂર્વે (રહે. સયાજીગંજ) ની શોધખોળ હાથ ધરી છે.

(5:49 pm IST)
  • સુરત:વહેલી સવારે ઉધના દરવાજા પાસે પુર ઝડપે દોડાવતા કારને અકસ્માત નડ્યો :કારનો કચ્ચરઘાણ તથા કાર ચાલકને ઈજા પહોંચી :ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો access_time 5:32 pm IST

  • બનાસકાંઠા:ડીસાના માણેકપૂરા ગામે ગરબા કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની હાજરી:ગઈકાલે અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવવા ઇનામ જાહેર કરતા ગરબા સ્ટેજ પરથી કર્યો લલકાર: મને મારવાના સપના જોનારાઓને કહું છું, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય access_time 5:32 pm IST

  • ટ્રેન દુર્ઘટના બાદ નવજોત કૌર સિદ્ધુ હોસ્પિટલ પહોંચ્યા :દુર્ઘટના બની ત્યારે મેં સ્થળ છોડી દીધું હતું :ઇજાગ્રસ્તોને સારવાર મળે તેને પ્રાધાન્ય આપવું જોઈએ :જે લોકો આ બનાવ પર રાજકારણ કરી રહ્યા છે તેઓ શરમ આવવી જોઈએ;વિપક્ષના આક્ષેપનો નવજોત કૌર સિદ્ધુનો આકારો જવાબ access_time 1:10 am IST