Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સુરત:જાલોર જિલ્લાના સાયલા વિસ્તારમાં લાખો રૂપિયાના દાગીનાના લૂંટના પ્રકરણમાં પોલીસે બે લૂંટારૂઓને ઝડપી પાડયા

સુરત: જાલોર જિલ્લાના સાયલા વિસ્તારમાંથી થયેલી લાખ્ખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ પ્રકરણના બે લૂંટારૂને સુરત શહેરની ખટોદરા પોલીસે ઉધના-મગદલ્લા રોડના જોગણી માતાના મંદિર પાસેથી ઝડપી પાડી 11.145 કિલોગ્રામ ચાંદી અને 28 ગ્રામના સોનાના દાગીના મળી કુલ રૂ. 6.60 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

ખટોદરા પોલીસ સ્ટેશનના હે. કો મહેશ પ્રતાપ અને ધર્મેન્દ્રસિંહ નારસંગને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ઉધના-મગદલ્લા રોડ જોગણી માતાના મંદિર પાસેથી ટીકમારામ લસારામ માલી (.. 20 રહે. માલીનો આવાસ, ઉનડી ગામ, થાના. સાયલા, જિ. ઝાલોર, રાજસ્થાન) અને નીરવ તળજાભાઇ રબારી (.. 20 રહે. 38, રબારી વાસ, એસ.સી. ડબલ્યુ હાઇસ્કુલની પાછળ, ડીસા, જિ. બનાસકાંઠા) ને ઝડપી પાડયા હતા. પોલીસે ટીકમારામ અને નીરવની બેગ ચેક કરતા તેમાંથી ચાંદીના વીંછીયા, પાયલ, કડા, કંદોરા અને વીંટી, મંગળસૂત્ર, માંડળીયું, જુડા વિગેરે મળી કુલ 11.145 કિલોગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂ. 5.50 લાખ અને સોનાના 28 ગ્રામ વજનના અલગ-અલગ દાગીના કિંમત રૂ. 1.10 લાખ મળી કુલ રૂ. 6.60 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે બંનેની હાથ ધરેલી પુછપરછમાં સોના-ચાંદીના દાગીનાની લૂંટ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા વિસ્તારમાંથી કર્યાની કબૂલાત કરી હતી.

 

(5:24 pm IST)