Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સુરતના ડિંડોલીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન યાત્રા જોવા ઉભેલ મહિલાને કરંટ લાગતા કમકમાટીભર્યું મોત

સુરત: શહેરમાં ગતરોજ ઠેર-ઠેર ગણપતિ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. તેવા સમયે ડિંડોલી વિસ્તારમાં એક મહિલા પણ પોતાની દોઢ વર્ષીય પૌત્રીને લઇને ઘરની બાહર વિસર્જન યાત્રા જોતા હતા વખતે લોખંડના પતરાંને અડી જતા મહિલાને ઈલેક્ટ્રીક કરંટનો ખતરનાક ઝાટકો ખાતા મોતને ભેટી હતી. જોકે તેના હાથમાંથી પૌત્રી છૂટી જતા તેનું આબાદ બચાવ થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે હળપતિવાસમાં રહેતા 46 વર્ષીય મધુબેન નવીનભાઈ રાઠોડ રવિવારે બપોરનાદોઢ વર્ષીય પૌત્રી રિયાંસીને લઈને ઘર નજીક એક દુકાન પાસે ઉભા રહીને ગણપતિ વિર્સજન યાત્રા જોતા હતા. ત્યારે દુકાનના લોખંડના પતરાંને મધુબેન અડી જતા ઈલેક્ટ્રીક કરંટનો ઝાટકો લાગ્યો હતો. ત્યારે તેમના હાથમાંથી છૂટી જતા પૌત્રી રિયાંસીનો આબાદ બચાવ થઇ ગયો હતો. જોકે કરંટનો ભયંકર ઝાટકો લાગતા ઘટના સ્થળે મધુબેનનુ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પરિવારજનો અને સ્થનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા. વિસર્જનના દીવસેજ બનેલી ઘટનાને પગલે પરિવારજનો તેમજ સ્થાનિકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. નોંધનીય છે કે એવી પણ શક્યતાઓ વ્યકત કરવામાં આવી હતી કે વરસાદને કારણે લોખંડના પતરામાં કરંટ ઉતરી ગયો હશે. અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

(5:23 pm IST)