Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

૨૬મી સુધી રાજયના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવવાનું ચાલુ જ રાખશે

હળવો, મધ્યમ, ભારે, અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શકયતાઃ ૨૬મી બાદ પણ સિસ્ટમ્સ બનશે

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે હાલનું લો પ્રેસર  ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ પૂર્વ રાજસ્થાન પર સક્રીય છે. લો પ્રેસર નબળુ પડીને ચોમાસુ ટ્રફ માં ભળી જશે.તેને આનુસંગીક અપર એર સાઇકલોનિક સરક્યુલેશન દક્ષિણ તરફ સરકશે.

 એક અપરએર સાઇકલોનિક સરક્યુલેશન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી પર મીડ ટ્રોપોસ્ફેરિક લેવલે સક્રીય છે.જે દક્ષિણ પશ્ચિમ તરફ ગતિ કરીને ઓડિશાના દરિયાકાંઠે આગળ વધશે. મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.

 ચોમાસુ ધરીનો પશ્ચિમી છેડો તેની નોર્મલ સ્થિતિ ની દક્ષિણે આવેલો છે.જ્યારે પુર્વી છેડો નોર્મલ આસપાસ છે. આગાહી દિવસો દરમિયાન ચોમાસુ ધરી નો પશ્ચિમી છેડો નોર્મલની આસપાસ કે નોર્મલથી દક્ષિણ તરફ જ રહેશે.

 આગામી ૨૫ તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક વધુ સિસ્ટમ્સ આકાર પામશે.

   ઉપરોકત સિસ્ટમો ની અસર સ્વરુપ( અપર એર સાયકલોનિક સરકયુલેશન અને તેના ટ્રફ ,  બ્રોડ સરક્યુલેશની અસર) આગામી તા.૨૬ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે અમુક અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા.ગુજરાત ના ભાગો ને આ રાઉન્ડ માં વધુ સારો લાભ મળશે.

આગોતરૂ એંધાણૅં-આગાહી દિવસો બાદ પણ હજુ એક મજબુત સિસ્ટમ્સ બને તેવી શક્યતા છે.

(4:23 pm IST)