Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ડીસાના ભીલડી નજીક ટ્રકમાં સાબુની પેટીઓ નીચે સંતાડીને લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો :બે આરોપી પકડાયા

ટ્રકમાંથી વિદેશી દારૂની 4896 બોટલો સાથે ચાલક અને ક્લિનરની અટકાયત

ડીસા તાલુકાના ભીલડી પાસેથી સંતૂર સાબુની પેટીઓ નીચે દારૂ છુપાડીને લઈ જવાતો દારૂ ઝડપાયો છે  આ દારૂ ભરેલી ટ્રકસહીત 47.46 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  આ અંગેની વિગત મુજબ ગત મોડી રાત્રે ડીસા તાલુકા ભીલડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે દારૂ ભરેલી એક શંકાસ્પદ ટ્રક ડીસાથી રાધનપુર તરફ જઇ રહી હોવાની માહિતી મળી હતી. તે ટ્રકને અટકાવી અંદર તપાસ કરતી વખતે તેમાં સંતુર સાબુની પેટીઓ નીચે દારૂની પેટીઓ સંતાડેલી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 4896 બોટલો જપ્ત કરી હતી. આ સાથે જ સાબુ અને ટ્રક સહિત કુલ 47.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે હરિયાણાનાં ટ્રક ચાલક ગુરપ્રિતસિંહ જાટ અને કુલવિંદરસિંહ જાટ સહિત બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 pm IST)