Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાજ્ય યોગ બોર્ડમાં અધ્યક્ષ અને બિનસરકારી સભ્યોની નિમણુંક કરતા મુખ્યમંત્રી વિજયભાઈ

ભાનુભાઇ ચૌહાણ,પ્રકાશભાઈ ટીપરે ,ડો,ચંદ્રસિંહ ઝાલા,હિમાબેન પરીખની નિમણુંક

અમદાવાદ ;રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ સહિત પાંચ બિન સરકારી સભ્યોની નિમણુંક કરી છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરી છે.

   બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ, પ્રકાશભાઇ પુરૂષોત્તમભાઇ ટિપરે, ડૉ. ચન્દ્રસિંહ ગંભીરસિંહજી ઝાલા અને હિમાબહેન મેહુલભાઇ પરીખની નિમણુંક કરવામાં આવી છે.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જન-જન સુધી યોગના પ્રચાર-પ્રસાર માટે મુખ્યમંત્રી રૂપાણીએ ગત તા. ર૧ જૂન વિશ્વ યોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ અને કમિશનરનો સમાવેશ થયેલો છે.

(9:26 pm IST)