Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જન્માષ્ટમીના તહેવારની રજાઓમાં

છેલ્લી ઘડીએ ૧૦ ટ્રેન રદ કરાતાં હજારો પ્રવાસીઓ રઝળી પડશે

વરસાદ તથા અન્ય કારણોથી ત્રણ ટ્રેનના રૂટ પણ ડાયવર્ટ કરાયા

અમદાવાદ તા. ર૦: મિની વેકેશન સમાન જન્માષ્ટમીની રજાઓ દરમિયાન હરવા-ફરવાના શોખીન લોકોની આ વખતની સાતમ-આઠમ રેલવે તંત્રએ બગાડી નાખી છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ૧ર,૦૦૦ રેલ પ્રવાસીઓએ તહેવારોમાં ફરવા જવાનાં કરેલાં આયોજન અસ્તવ્યસ્ત થઇ ગયા છે. જે ટ્રેનોમાં સૌથી વધુ વેઇટિંગની પરિસ્થિતિ રહેતી હતી તેવી ૧૦ જેટલી ટ્રેન ચાલુ સપ્તાહમાં જ રદ કરી દેવાતાં આ મુસાફરોને છેલ્લી ઘડીએ ફરજ પડી છે. લાંબા રૂટની ૧૦ ટ્રેન ચાલુ સપ્તાહે કેન્સલ કરી દેવાતાં તહેવાર ટાણે જ મુસાફરોની યાત્રા 'અ' મંગલમય બની છે. ગુજરાત સિવાયના દિલ્હી સહિતના અન્ય રાજયો અને હાલમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છ.ે રેલવે ટ્રેકમાં ધોવાણ થયું છે આવા અનેક કારણોસર અનેક ટ્રેન કરવામાં આવી છે. જેના કારણે બહારનાં રાજયોમાં ફરવા જ વા ઇચ્છતા પ્રવાસીઓનો ધસારો ગુજરાતમાં વધી જશે.

૩૧ ઓગસ્ટ સુધી રાજકોટ-પોરબંદર લોકલ તેમજ ર૧, ર૭, ૩૧ ઓગસ્ટથી પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા વાયા વાંસજાળિયા, જેતલસર થઇને જશે. રર, ર૩, ર૯, ૩૦ ઓગસ્ટની પોરબંદર-મુઝફફરપુર મોતીહારી વાયા વાંસજાળિયા, જેતલસર થઇને જશે.

તારીખ

રદ કરાયેલી ટ્રેન

ર૦ ઓગસ્ટ

સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ

ર૧-રર ઓગસ્ટ

રાજકોટ-સિકંદરાબાદ એકસપ્રેસ

ર૭ થી ૩૧ ઓગસ્ટ

વીરમગામ-ઓખા, હાપા-ઓખા વચ્ચે રદ

ર૮ ઓગસ્ટથી ૧ સપ્ટે.

ઓખા-વીરમગામ, ઓખા-હાપા વચ્ચે રદ

ર૪ ઓગસ્ટ

પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા

ર૬ ઓગસ્ટ

દિલ્હી સરાઇ રોહિલ્લા-પોરબંદર

ર૧ ઓગસ્ર્ટ

ઝાંસી-વેરાવળ સ્પેશિયલ ટ્રેન

ર૩ ઓગસ્ટ

વેરાવળ-ઝાંસી એકસપ્રેસ

રર ઓગસ્ટ

રાજકોટ-દિલ્હી સરાઇ રોહિલ્લા

(4:11 pm IST)