Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

નર્મદા ડેમની જળસ્તર ઐતિહાસિક 133 મીટરે પહોંચી :15 દરવાજા ખોલાયા :બે લાખ ક્યુસેક પાણી છોડાયું

કેવડિયા પાસેનો ગોરા બ્રિજ હજુ બંધ :ઉપરવાસથી 2,90 લાખ ક્યુસેક પાણીની આવક

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે અને ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. પ્રથમ વખત ડેમની જળ સપાટી 133 મીટર પર પહોંચી છે. ડેમના 15 દરવાજા ખોલીને બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે

  . નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે કેવડિયા પાસેને ગોરા બ્રિજ હજુ પાણીમાં બંધ છે અને તેના પરથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી ડેમમાં બે લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક છે.

(1:17 pm IST)