Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સુરત પોલીસ બની હાઈટેક :ખંભા પર મુકાઈ ખાસ ત્રીજી આંખ

પોલીસ જવાનોની વર્દી પર ખાસ બોડી વોર્ન લાઈવ કેમેરા ગોઠવાયા

સુરત પોલીસ હવે વધુ હાઈટેક બની છે. સુરત પોલીસના ખભા ઉપર એક ખાસ ત્રીજી આંખ મુકવામાં આવી છે. જે અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર નજર રાખશે. સુરત પોલીસ જવાનોની વર્દી પર ખાસ બોડી વોર્ન લાઈવ કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
   સુરત શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા થકી કાયદો-વ્યવસ્થા જાણવવાની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરી રહી છે. લાઈવ સ્ટ્રીમિંગ ફિચર સાથેના આ બોડી વોર્ડ કેમેરાને પોલીસ કર્મીઓએ પોકેટ પર કે ખભા પર વર્દીના બેન્ડ પર લગાવવાનો રહેશે
  આ કેમેરો પહેરી કોન્સ્ટેબલ જ્યાં પણ ઓન ડ્યુટી પહોંચશે ત્યાં ઉચ્ચ અધિકારીઓની તેના પર બાજ નજર રહેશે. 12 મેગાપિક્સલ કેમેરામાં 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે નાઇટ વિઝનની પણ ફેસીલીટી છે. સાથોસાથ ઓડિયો વિડિયો ફીચર્સ, લાઈટ લેઝર, નાઈટ લાઇટ, ટુ-વે કોમ્યુનીકેશન ઈમરજન્સી બટન, લાઇવ સ્ટ્રીમિંગ વિથ લોકેશન સહિતના ફિચર્સની ફેસીલીટી છે. આ અત્યાધુનિક કેમેરાનો ઉપયોગ હાલ કતારગામ પોલીસે શરૂ કર્યો છે

(8:02 pm IST)