Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મેલી વિદ્યા જાણતી અને ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાઓએ કેરોસીન છાંટીને કાકીને જીવતી સળગાવી

અરવલ્લીના મેઘરજના રામગઢીનો બનાવ ;આરોપીઓ ફરાર ;મહિલાની હાલત ગંભીર

 

અરવલ્લી જિલ્લામાં મેલી વિદ્યા જાણતી હોવાનો અને ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાઓએ કાકીને જીવતી સળગાવી દેતા મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે પોલીસે તમામ આરોપીઓ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

  અંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી શાંતાબહેન નામની મહિલા ઉપર તેમના ભત્રીજાઓએ કેરોસિન છાંટીને સળગાવી દેવાનો પ્રયત્ન કરાતા પરિવારના સભ્યોએ તાત્કાલિક મોડાસા સવકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર અપાઇ રહી છે.

  વધુમાં મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને કાકીને જીવતી સળગાવનાર ભત્રીજા સહિતાના આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવી હોવાનું પણ જાણવા મળે છે

 પોલીસને પ્રાથમિક તપાસમાં જાણાવા મળ્યું છેકે, કાકી મેલી વિદ્યા કરતી હોવાના અને ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાએ કાકીને જીવતી સળગાવી હોવાનો આરોપ છે.

(11:14 pm IST)