Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગજ્જ નેતા જીવાભાઈ પટેલે રાજીનામુ આપ્યું

રાજીનામુ પ્રદેશ પ્રમુખ અને દિલ્હી કોંગ્રેસને પણ મોકલી દીધું

 

મહેસાણા :ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જીવાભાઈ  પટેલે રાજીનામું આપ્યું છે જીવાભાઈએ પ્રદેશ પ્રમુખ અને દિલ્હી કોંગ્રેસને પણ તેઓનું રાજીનામું મોકલી આપ્યું છે.   જીવાભાઈ પટેલ મહેસાણાના પૂર્વ સાંસદ છે,અને વિધાનસભામાં નિતીનભાઈ  પટેલ સામે ચૂંટણી લડ્યા હતા.જેમાં તેમની હાર થઈ હતી

  જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પાટીદાર ચહેરો ગણાય છે. ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી રહી ચુક્યા છે.સાથે સુરતમાં મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે, અને સુરતમાં પાટીદારોમાં સારી એવી પકડ પણ છે. જીવાભાઈ 42 કડવા પાટીદાર સમાજના અગ્રણી છે.

જીવાભાઈ  પટેલ મહેસાણાના પૂર્વ સાંસદ હતા તેમણે 2004માં લોકસભાની ચૂંટણીમાં મેળવી જીત મેળવી નીતિન પટેલને હરાવ્યા હતા. ત્યારબાદ તે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં નીતિનભાઈ  પટેલે જીવાભાઈને હરાવ્યા હતા.

(10:41 pm IST)