Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગળતેશ્વર નજીકના યુવકો ઓરિસ્સા ખાતે જતા એકની લાશ મળી આવી: 5 લાપતા

સેવાલિયાગળતેશ્વરના પાલૈયાના જેટલાં યુવકો ઓરિસ્સા ખાતે ખાનગી કંપનીમાં નોકરી પર ગયાં હતાં. ગામના એક વ્યક્તિને વચેટિયા તરીકે રાખી યુવકોને લઈ જવામાં આવ્યા હતાં. દરમિયાન મંગળવારની મોડી સાંજે ઓરિસ્સાની એક એમ્બ્યુલન્સ આવી હતી. જેમાં 40 વર્ષિય કાભઇભાઈની લાશ હતી. અંગે એમ્બ્લુયન્સમાં આવેલા માણસોની પુછપરછ કરતાં તેઓ પણ યોગ્ય જવાબ આપી શક્યાં નહતાં. બીજી તરફ બાકીના યુવાનો ક્યાં છે ? તેનો પણ કોઇ જવાબો મળતાં ભારે હોબાળો થયો હતો. મામલો મોડી રાત્રે મામલતદાર ઓફિસ સુધી પહોંચ્યો હતો. પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી હતી.

કાભઇભાઈનું મોત ત્રણ દિવસ પહેલાં થયું હતું અને તે અંગે પરિવારજનોને જાણ પણ કરવામાં આવી નહતી. આથી, આ મોત પાછળ કોઇ રહસ્ય છુપાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

(6:42 pm IST)