Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વડોદરા નજીક કાશીપુરા રેલવે સ્ટેશન પર ગઠિયાએ પાંચ મુસાફરોના પર્સ લુંટ્યા

વડોદરા: નજીક કાશીપુરા સરાર રેલવે સ્ટેશન પાસે ગઇરાત્રે ટ્રેન ઉભી રહેતાજ ગઠિયાઓને મોકળુ મેદાન મળી ગયુ  હતું. ટ્રેનના રિઝર્વેશન કોચમાં પ્રવાસ કરતા પાંચ મુસાફરોના દાગીના, મોબાઇલફોન, રોકડ સહિત હજારોની મત્તા ટોળકી ઉઠાવી ગઇ હતી. કચ્છ પૂર્વ જિલ્લાના રાપર ખાતે એકતાનગરમાં રહેતા વસંતીબેન ચંદુલાલ ઠક્કર રામેશ્વર ખાતે ભાગવત કથા પૂર્ણ કરી તેમના ગૃપના સભ્યો સાથે તેઓ રામેશ્વર-ઓખા ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી પરત રાપર જતા હતાં. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન નજીક કાશીપુરા સરાર પાસે આગળ લાઇન નહી મળવાથી ઉભી રહી હતી ત્યારે એક ગઠિયાએ બારીમાં હાથ નાંખી રૃા.૫ હજાર કિંમતની સોનાની બુટ્ટી કાઢી લીધી હતી. જ્યારે અન્ય ગઠિયાએ ટ્રેનમાં મેરુનીસ અબ્દુલ અશારફીવાલા (રહે.નાદેર, મહારાષ્ટ્ર)નો મોબાઇલફોન તેમજ અન્ય એક પ્રવાસીનું લેડીસ પર્સ આંચકી લીધુ હતું. ત્રણ પ્રવાસીની કુલ રૃા.૨૩૧૦૦ કિંમતનો મુદ્દામાલ ટોળકીએ ચોરી કર્યો હતો.

(6:41 pm IST)