Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

એકજ જગ્યાએ સોૈર અને પવન ઉર્જા પેદા કરવા માટે સરકારની પાવર પોલીસી

ત્રીજા પક્ષકારને ઉર્જા વેચાણ વખતે ક્રોસ સબસીડી સરચાર્જમાં રાહત

ગાંધીનગર તા ૨૦ : ગુજરાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇરૂપાણીના માર્ગદર્શન તળે સિધ્ધીના નૂતન શિખરોસર કર્યા છે,ત્યારે પ્રદુષણ મુકત એવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો આધારિત વધુને વધુ ઉર્જા ઉત્પાદિત કરીને ગુજરાતે સમગ્ર દેશને રાહ ચિંધ્યો છે. આ સંદર્ભે વધુ માીહીતી આપતા રાજયના ઉર્જા મંત્રીશ્રી સોૈરભભાઇ પટેલે જણાવ્યું છે કે પ્રદુષ્ણ મુેકત સ્વચ્છ વીજ ઉત્પાદન માટેની દિશામાં ગુજરાતે વધ ુએક મકકમ કદમ ભર્યુ છે અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ ને રાજયમાં અમલમાં મુકી છે.

રાજયભર માં ેક જગ્યાએએકસોૈર અને પવન ઉર્જા એક સાથે ઉત્પાદિત કરવા અને આવા વીજ ઉત્પાદન માટે પ્રોત્સાહક સહાય આપવા રાજય સરકારે ખાસ વિન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ ને અમલમાં મુકી છે. ઉર્જા મંત્રીશ્રી સોૈરભભાઇ પટલેે અને ઉર્જા રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ વિન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. જેઅંતર્ગત હયાત સોલાર પાવર પ્રોજેકટમાં ડેવલપર તે જ જમીનમાં અને એક જ ટ્રાન્સમીશન લાઇનનો ઉપયોગ કરીને પવન ઉર્જા પ્રોજેકટ સ્થાપી શકશે અનેે તે જ રીતે હયાત પવન ઉર્જા પ્રોજેકટમાં સોૈર ઉર્જા યુનિટ સ્થાપી શકાશે, એટલું જ નહી, આ નીતી અંતર્ગત બિલકુલ નવાઆ પોલીસી અંતર્ગત ત્રીજા પક્ષકારને ઉર્જા વેચાણના પ્રસંગે ક્રોસ સબસીડી સરચાર્જ અને એડીશ્નલ સરચાર્જમાં ૫૦ ટકા કન્સેશન આપવાની પણ જોગવાઈ હોવાનું જણાવી મંત્રીએ ઉમેર્યુ હતુ કે આ પોલીસી અંતર્ગત હાઈબ્રીડ પ્રોજેકટ માટે કેપ્ટીવ પાવર પ્લાન્ટને ક્રોસ સબસીડી સરચાર્જ અને એડીશ્નલ સરચાર્જમાં સંપૂર્ણ મુકિત તેમજ વ્હીલીંગ ચાર્જીસ અને ડિસ્ટ્રીબ્યુશન લોસમાં ૫૦ ટકાની રાહત આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ પોલીસીમાં સૂચવ્યા અનુસાર કેપ્ટીવ અને ત્રીજા પક્ષકારને વિજળી વેચાણના કિસ્સામાં જે તે કન્ઝયુમર સેકશન લોડના ૫૦ ટકા સોલાર અને ૫૦ ટકા પવન ઉર્જા સ્થાપી શકાશે. આ ઉપરાંત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. સાથે વીજ ખરીદી કરાર કરાયા હોય તે ક્ષમતા પુરતુ એગ્રીમેન્ટ ચાલુ રહેશે, જ્યારે નવી ઉત્પાદિત ઉર્જાને ડેવલપર પોતાની પસંદગી મુજબ વેચી શકશે. આ નીતિ હેઠળ જે કન્ઝયુમરને રીન્યુએબલ પાવર પર્ચેઝ ઓબ્લીગેશન માટે જેટલી ક્ષમતા જરૂરી હોય તેટલી ક્ષમતા માટે પવન ઉર્જા-સોલાર ઉર્જા સ્થાપિત કરી શકશે. આ સિવાય ગ્રુપ કેપ્ટીવ કંપનીઓ પણ હાઈબ્રીડ પ્રોજેકટ સ્થાપી શકશે. આ માટે તેમણે સો ટકા શેરમૂડી રોકવાની રહેશે અને તેમના રોકાણ પ્રમાણે તે રેશિયો મુજબ ઉત્પાદિત ઉર્જા વાપરવાની રહેશે. (૩.૧૫)

(4:14 pm IST)