Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજયના આદિજાતિ વિભાગનો યુવા કલ્યાણ અભિગમ આવકાર્ય : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર, તા. ર૦ :  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના અદિજાતી વિભાગને અભિનંદન પાઠવતા જણાવ્યું કે 2017 18 ના વર્ષ માં ગુજરાત ના 14 આદિજાતિ વનબન્ધુ જિલ્લાના 426 વનબન્ધુ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટેની NEET માં અને 328 વિદ્યાર્થીઓ ઇજનેરી માટેની JEE માં પ્રવેશ પાત્ર થયા છે.    

આ વનબંધુ યુવાઓ ને ગુજરાત સરકાર ના આદિજાતિ વિભાગે 97 કોચિંગ કલાસ દ્વારા કોચિંગ વ્યવસ્થા વિના મૂલ્યે પુરી પાડી હતી

કુલ 3614 વનબન્ધુ યુવાઓ NEET માટે અને૧૦૪૮ JEE/GUJCET માટે આ વર્ગોમાં કોચિંગ મેળવતા હતા..    

2013 14 થી રાજય સરકારે આ 14 આદિજાતિ જિલ્લાના બાળકો ને પણ મેડિકલ અને ઇજનેરી વિદ્યાશાખા માં પ્રવેશ મેળવવાની પરીક્ષા માટે સજ્જ કરવા NEET..JEE GUJCAT  ના કોચિંગ વર્ગો શરૂ કર્યા છે.  

આના પરિણામે છેલ્લા 4 વર્ષમાં 1528 મેડિકલ બેઠકો પર આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે

અગાઉ આદિજાતિ માટે ની અનામત 50 ટકા જેટલી બેઠકો વિદ્યાર્થીઓ ન મળવાથી ખાલી રહેતી હતી તે આ વિના મુલ્યે કોચિંગ કલાસ ઙ્ગની સુવિધા થી બહુધા ભરાઈ જવા લાગી છેમુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદિજાતી વિભાગને આ યુવા કલ્યાણ અભિગમ માટે અભિનંદન પાઠવ્યા છે.

(12:02 pm IST)