Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કરજણ ટોલ પ્લાઝા નજીકથી 30 લાખના દારૂ સાથે ટ્રક ઝડપાઇ :વાસ છૂપાવવા અપનાવાઈ અનોખી તરકીબ

વડોદરા રેન્જ પોલીસના આરઆર સેલનો સપાટો :ટ્રક ડ્રાઈવરની ધરપકડ

કરજણ:કરજણ ટોલ પ્લાઝા નજીકથી 30 લાખના દારૂ સાથેની એક ટ્રક ઝડપાઇ છે નેશલન હાઈવે-48 પર કરજણ ટોલ પ્લાઝા નજીકથી વડોદરા રેન્જ પોલીસના આરઆર સેલે મધ્યપ્રદેશ પાસિંગની એક ટ્રકમાંથી 30 લાખ રૂપિયાની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે

  દારૂની વાસ છુપાવવા માટે લસણના કોથળાઓ નીચે છૂપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસ પણ ખેપીયાઓની ચાલાકી જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ રોજે-રોજ ઠલવાઈ રહ્યો છે. પોલીસના હાથમાં તેમાંથી કેટલોક ઝડપાઈ જાય છે, દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તેની તપાસ વર્ષો સુધી ચાલતી રહે છે

(11:16 pm IST)