Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

હિંમતનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં અપરાધ છોડો, પરિવાર બચાવો, પાણી બચાવો, સ્‍વચ્‍છતા જાળવો સહિતના સૂત્રોથી કલાત્મક પેઇન્‍ટીંગથી દિવાલો શણગારાઇ

હિંમતનગરઃ હિંમતનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં તમને દીવાલો પર વિશાળ પેઈન્ટિંગ્સ જોવા મળશે, તેમાંથી ઘણાં પેઈન્ટિંગ્સ દ્વારા સોશિયલ મેસેજ આપવામાં આવ્યા છે. આ સિવાય લોક-અપની દીવાલો પણ અપરાધ છોડો, પરિવાર બચાવોજેવા મેસેજ સાથે પેઈન્ટ કરવામાં આવી છે. આ સિવાય પાણી બચાવો, સ્વચ્છતા જાળવો, દેશભક્તિ વગેરેના મેસેજ પણ ચિત્રો દ્વારા આપવામાં આવ્યા છે.

આ વિચાર હિંમતનગર રુરલ પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ ASP પ્રેમસુખ ડેલુને આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ASP પ્રેમસુખે કહ્યું કે, પોલીસ સ્ટેશનની અંતર સીટીઝન-ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરવાનો અમારો હેતુ છે. દરેકને પોતાની સમસ્યાઓ કોઈ પણ પ્રકારના ડર અને સંકોચ વિના અધિકારી સમક્ષ રજુ કરવાનો હક છે.

પ્રેમસુખ જણાવે છે કે, અમે પ્રોફેશનલ આર્ટિસ્ટ્સની મદદ નથી લીધી. અમે સામાન્ય લોકો જેમ કે સરકારી સ્કૂલના શિક્ષકોની મદદ લીધી છે, જેથી લોકોને પણ લાગે કે આ તેમની પહેલ છે. આના ઘણાં બધા ફાયદા છે. આ પેઈન્ટિંગ્સ જોઈને રિમાન્ડ પરના કેદીઓને પણ પ્રામાણિક જીવન જીવવાની અને ગુનાહિત પ્રવૃત્તિઓ છોડવાની પ્રેરણા મળશે. સતત ગુનેગારો સાથે સમય પસાર કરતા પોલીસકર્મીઓને પણ એક પોઝિટિવ વાતાવરણ મળશે. પોલીસ પણ પોતાની જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવવા માટે પ્રેરાશે.

પ્રેમસુખ જણાવે છે કે, હું પ્રયત્ન કરીશ કે જ્યાં પણ મારી પોસ્ટિંગ થાય તે પોલીસ સ્ટેશન્સમાં આ પ્રકારની પહેલને આગળ વધારું. એક નીલગાયને મારવાના ગુના હેઠળ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ અબ્દુલ રશિદ જણાવે છે કે, આ ચિત્રો જોઈને શાંતિનો અનુભવ થાય છે.

(7:40 pm IST)