Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કપડવંજ સહીત કઠલાલમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 11 શકુનિઓને ઝડપી પાડયા

કપડવંજ: તેમજ કઠલાલ પંથકમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે સ્થાનિક પોલીસે કપડવંજમાં બે અને કઠલાલ તાલુકા ભરકુંડામાં એક જગ્યાએ દરોડા પાડી કુલ ૧૧ જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર કઠલાલ તાલુકાના ભરકુંડામાં રમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડતા ચાર ઝડપાયા હતા. જેમાં રસુલમીયાં મલેક, મેલાભાઈ બચુભાઈ ડાભી, ઈશ્વરભાઈ કાળાભાઈ ડાભી અને રાજેન્દ્રભાઈ રમણભાઈ ડાભીનો સમાવેશ થાય છે. પોલીસે તેઓની પાસેથી રૂા. ૫૬૦૦ રોકડા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે કપડવંજના રામદેવનગરમાં રમાતા જુગારધામ પર દરોડો પાડી વિનોદભાઈ બદાજી મારવાડી, પ્રકાશભાઈ મારવાડી, શક્તિ મારવાડી, સુધાજી મારવાડીને પકડી રૂા. ૭૩૦ રોકડા જપ્તા કર્યા હતા. તેમજ કપડવંજના નંદી દરવાજા વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડીને પોલીસે રોહિતબેગ મિર્ઝા, મોહસીનબેગ મીર્ઝા અને મુસ્તાક શેખને પકડી પાડી રૂા. ૭૧૦ રોકડા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)
  • સાંજે ૫:૩૦ આસપાસ રાજકોટ નજીક શહેર અને ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે : આકાશમાં કાળા ડિબાંગ વાદળો અચાનક ઘેરાઇ આવ્યા છે (ભાવેશ ભોજાણી દ્વારા) access_time 5:33 pm IST

  • ૧લી જુલાઈથી લાખો કેન્દ્રીય કર્મચારીઓનો પગારમાં મોટો વધારો થશે : ૭મા પગારપંચ હેઠળ ૧લી જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધીને આવશે : ૨૮ મોંઘવારી ભથ્થુ મળશે તેવુ જાણવા મળશે : જુલાઈ મહિનામાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થુ હાલના ૧૭ થી વધીને ૨૮ મળશે તેવું જાણવા મળે છે access_time 3:24 pm IST

  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST