News of Friday, 20th April 2018

ધો.૧૨નું ૨૦ મે આસપાસ પરીણામઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧લી મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે પહેલી મેથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12ના પરિણામ બાદ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે. યુનિવર્સિટીના સત્તાધિશોનું માનીએ તો ધોરણ બારનું પરિણામ 20મી મેના આસપાસ જાહેર થશે.. જે બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

ચાલુ વર્ષે પહેલી મેથી માહીતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફી ભરવા માટે પણ વિકલ્પો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોલેજમાં ફી ભરવાના બદલે હવે ઓનલાઈન ફી ભરી શકશે.. દર વર્ષે યુનિવર્સિટી ખાતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે કોલેજોમાં પણ નોડલ સેન્ટરને કાર્યરત કરવામાં આવ્યા છે.

(6:30 pm IST)
  • કોંગ્રેસમાં આંતરિક ભાગલા : સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સામે મહાભિયોગનાં પ્રસ્તાવ પર કોંગ્રેસમાં આંતરિક ભાગલા પડી ગયા હોવાનું બહાર આવી રહ્યું છે. સહુ પ્રથમ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે પ્રસ્તાવ પર સહી કરવાની ના પાડ્યા બાદ કોંગી નેતા સલમાન ખુરશીદ સહિત ૫ કોંગ્રેસી વકીલ નેતાઓએ પણ મહાભિયોગ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સિંઘવીએ તો લેખિતમાં આ પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યાનું સામે આવી રહ્યું છે. access_time 2:47 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈશારામાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ઉપર નિશાનો સાધ્યો હતો. રાહુલે એક ટ્વીટમાં કીધુ કે 'ભારતીયો બહુ જ બુદ્ધિશાળી છે. વધારે પડતા, જેમાં ઘણા ભાજપના પણ છે, અમિત શાહની સચ્ચાઈ ઓળખે છે. તેમના જેવા લોકોને પકડવા માટેના સચાઈનો એક અનોખો તરીકો છે.' access_time 1:49 am IST

  • ભોપાલઃ ઇમામની હત્યા : ભોપાલમાં અખાડેવાલી મસ્જિદમાં ઇમામની હત્યા : બદમાશો મસ્જિદમાં ઘુસ્યા અને છરીના અસંખ્ય ઘા મારીને ફરાર થઇ ગયા : ભરબપોરે થયેલી હત્યાથી સનસનાટી access_time 3:56 pm IST