Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

લાછરસ ગામના યુવાને એક તરફી પ્રેમમાં નિષ્ફળતા મળતાં ફાંસો ખાઈ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં યુવાને એક તરફી પ્રેમ  માં નિષ્ફળતા મળતા જીવનનો અંત આણ્યો હતો

 મળતી માહિતી અનુસાર આમાસિયાભાઈ સોમાભાઈ વસાવે નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમનો સગો નાનો ભાઈ મુગલ્યાભાઈ સામાભાઇ વસાવે( ઉ.વ.૧૯)( હાલ રહે. લાછરસ તળાવની પાળ પાસે તા.નાંદોદ જી.નર્મદા) ને એક યુવતી સાથે  એક તરફી પ્રેમ-સબંધ હોય જેમાં તેને નિષ્ફળતા મળતા ભાઈને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધેલ હોય રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

(10:49 pm IST)