Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રજાજનોને શુભેચ્છાઓ

રંગોનો ઉત્સવ જનજીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને આનંદના રંગ ભરનારો બને તેવી શુભકામના

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકોને હોળી - ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી છે.

    મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ પરસ્પર પ્રેમ-બંધુત્વ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ વ્યકત કરી છે.

     શ્રી વિજયભાઇ રૂપાણીએ રંગોનો આ ઉત્સવ જનજીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને આનંદના રંગ ભરનારો બને તેવી શુભકામનાઓ પણ સૌ નાગરિકોને પાઠવી છે

(9:08 pm IST)
  • હવે ભાગેડુ મેહુલ ચોકસીનો વારો :ભારત લાવવા પ્રક્રિયા પુરજોશમાં ; ભારત સરકારે સોંપ્યા કાગળો : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલુ access_time 12:48 am IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ગુજરાતમાં એસીડ એટેકના વધતા કિસ્સાઓના નિયંત્રણ માટે હાઇકોર્ટમાં રીટ પીટીશન : અદાલતે નોટીસો આપી : ગુજરાત હાઇકોર્ટમાં એસિડ પર નિયંત્રણ મુકવા માટે અરજી થઇ છેઃ રાજયમાં એસીડ એટેકના કિસ્સા ન બને તે માટે આ અરજી થઇ છેઃ ગુજરાત હાઇકોર્ટે એસીડના વેચાણ પર નિયંત્રણની અરજી સ્વીકારી : રાજય સરકાર સામે નોટીશ જારી કરીઃ એસીડના ખરીદ વેચાણને લઇ સુપ્રિમકોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી હતીઃ સુપ્રીમે કહયું કે રાજય સરકારે ગાઇડ લાઇન પ્રમાણે નિયમો નથી બનાવ્યાઃ આ મામલે રાજય સરકારને હાઇકોર્ટેમાં જવાબ રજુ કરવાનો રહેશે access_time 4:14 pm IST