Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ભીલીસ્તાની સેનાએ નર્મદાની મેઈન કેનાલના દરવાજા બંધ કરી દેવાની ચીમકી અપાતા તંત્રમાં દોડધામ :પોલીસનો કાફલો ગેટ પર ખડકી દેવાયો

કેનાલની નજીક આવતા જ અંદાજે દસેક જેટલા ભીલિસ્તાન સેનાના કાર્યકરોની અટકાયત ક

 

છોટાઉદેપુર ભીલીસ્તાન લાઈન સેનાએ નસવાડી તાલુકાના બરોલી પાસેની નર્મદાની મેઇન કેનાલના દરવાજા બંધ કરવાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ આમચી જવા પામી હતીઅ એન  સવારથી પોલીસનો કાફલો કેનાલના ગેટ પર ખડકી દેવામાં આવ્યો હતો.

   લાઈન સેનાના સભ્યો કેનાલની નજીક આવતા અંદાજે દસેક જેટલા ભીલિસ્તાન સેનાના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. નર્મદાની મેઇન કેનાલમાંથી પાણી મેળવી ખેતી કરતા ખેડુતો માટે મુશ્કેલી ઉભી થઇ છે. રવિ પાકને જ્યારે છેલ્લા પાણીની જરૂર છે તે સમયે પાણી લેવાના પ્રતિબંધથી ખેડૂતોનો પાક સુકાઇ જવાની ભીતિ ઉભી થઇ છે ત્યારે ભીલીસ્તાન લાઈન સેનાએ કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતું. જેમાં નર્મદાના ગેટને બંધ કરીને સૌરાષ્ટ્ર તરફ જતું પાણી રોકવાની ચીમકી ઉચ્ચારી હતી.

(1:05 am IST)