Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

GATE મા અમદાવાદના ભાર્ગવની અનન્ય સિદ્ધિ 8,5 લાખ વિદ્યાર્થીઓમાં દેશભરમાં ચોથાક્રમે ઉતીર્ણ

કોમ્પ્યુટર સાયન્સમાં 1 હજાર સ્કોરીંગમાંથી 1 હજાર સ્કોર મેળવી અનન્ય સિદ્ધિ મેળવી

અમદાવાદ :GATE માં અમદાવાદનો ભાર્ગવ ઝળકી ઉઠ્યો છે એન્જીનીયરીંગમાં એમ.ટેક.માં પ્રવેશ માટેની પરીક્ષા ગેટનું પરિણામ જાહેર થયું જેમાં અમદાવાદના 20 વર્ષીય ભાર્ગવે ગેટના 23 વૈકલ્પિક વિષયોમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં 1 હજાર સ્કોરિંગમાંથી 1 હજાર સ્કોર મેળવીને અનન્ય સિદ્ધિ મેળવી છે સાથે ભાર્ગવે ઓલ ઓવર ઈન્ડિયામાં ચોથો રેન્ક પણ મેળવામાં સફળતા મેળવી છે.

 

 ગેટની પરિક્ષા આઈઆઈટી ગુવાહાટી ખાતે યોજાઈ હતી. જેમાં 8.5 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ગેટની પરીક્ષામાં એન્જિનિયરિંગના 23 વિષયોમાંથી કોઈપણ એક વિષયની પસંદગી કરવાની હોય છે.

(12:30 am IST)