Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ડીસાના બટેટાના વેપારીની આત્મહત્યા મામલે રાજસ્થાનમાં બે શખ્શો પૈસાની ઉઘરાણી મામલે ત્રાસ આપ્યાની ફરિયાદ

મૃતક તુલસીદાસજીએ વ્યાજે લીધેલ નાણાંની સિક્યોરિટી પેટે જમીનના દસ્તાવેજો જમા લઈને વેચી મારવાની અને વ્યાજ સમયસર નહિ ચૂકવાય તો પેનલ્ટીની ધમકી આપતા હતા

 

ડીસા :ડીસાના માલગઢમાં રહેતા અને બટાટાની ખેતી કરતા એક વેપારીએ રેવદર નજીક એક હોટલમાં આત્મહત્યા કરી હતી જે મામલે રાજસ્થાનના રેવદર પોલીસ મથકે બે સામે ફરીયાદ નોંધાઈ છે જેમાં ઈસમો પૈસાની ઉઘરાણી કરતા હોઈ અને ત્રાસ આપતા હોઈ ત્રાસ સહન થતા વેપારીએ આત્મહત્યા કરી હોવાનું જણાવાયુ છે.

  અંગેની વિગત મુજબ ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા તુલસીદાસજી હકમાજી કચ્છવા નામના વેપારી બટાટાની ખેતી કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા થોડાક દીવસ અગાઉ રાજસ્થાનના રેવદર નજીકની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતે રાજસ્થાનના રેવદર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.જેમાં જાણવા મળેલ માહીતી અનુસાર વેપારી મંદીના કારણે બેંકમાંથી લીધેલ લોન પણ ભરી શક્યા હતા અને આર્થિક સ્થિતિ સારી હોઈ તેઓએ ફુલચંદભાઈ અને જગદીશભાઈ નામના બે ઈસમો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા.

તેમાં ઈસમોએ તેમની પાસેથી ખેતીલાયક જમીન સિક્યુરીટી પેટે અને કેટલાક દસ્તાવેજો પણ ધમકીઓ આપી જમા લીધા હતા અને વ્યાજ પણ વધારી દઈ સિક્યુરીટી પેટે લીધેલ જમીન વેચી મારવાની પણ ધમકી આપી હતી અને વ્યાજ નિયત સમયમાં નહી ચૂકવાય તો પેનલ્ટી વસૂલવાની પણ ધમકી આપતા હોઈ વેપારી તુલસીદાસજીએ ત્રાસ સહન થતા રાજસ્થાનના રેવદર નજીક આવેલ એક હોટલમાં જઈ આપઘાત કરી લીધો હતો તેમ ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે ત્યારે પોલીસે ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે.

(11:04 pm IST)